એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $5\;ms^{-1} $ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $\theta $ કોણે ફેંકવામાં આવે છે. બીજા ગ્રહ પરથી બીજા પદાર્થને તેટલા જ કોણે અને $3\;ms^{-1}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો ગ્રહ પરથી ફેંકેલા પદાર્થનો ગતિપથ, પૃથ્વી પરથી ફેંકેલા પદાર્થના ગતિપથને બઘી જ રીતે સમાન છે. આપેલ ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે? (આપેલ $g = 9.8 \,m s^{-2}$) 

  • [AIPMT 2014]
  • A

    $3.5 $

  • B

    $5.9 $

  • C

    $16.3 $

  • D

    $110.8$

Similar Questions

એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા $12 \;cm$ છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને $100$ સેકન્ડમાં $7$ પરિભ્રમણ પૂરાં કરે છે. $(a)$ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે ? $(b)$ શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે ? તેનું માન કેટલું હશે ? :

બે પદાર્થને સમાન વેગ '$u$' પરંતુ સમક્ષિતિજને અનુલક્ષીને ભિન્ન કોણ $\alpha$ અને $\beta$ એ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $\alpha+\beta=90^{\circ}$ હોય તો પદાર્થ $1$ અને પદાર્થ $2$ ની અવધિનો ગુણોત્તર= $..........$

  • [JEE MAIN 2023]

પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના યામ $x = 36t \;m $ અને $2y = 96 t -9.8 t^2 m$ તો પ્રક્ષિપ્તકોણ કેટલો થાય?

એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી $45^{\circ}$ ના ખૂણે $25\, {ms}^{-1}$ ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? ($=10 \,{ms}^{-2}$ )

  • [JEE MAIN 2021]

એક કણને $u \,m/s$ ની ગતિથી ફેકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે $A$ અને $B$ ને $t_1=1 \,s$ અને $t_2=3 \,s$ પર પસાર કરે છે. તો $u$ નિ કિંમત .......... $m / s$ હશે $\left( g =10 \,m / s ^2\right)$